Gujarati / English

વૃષપુરમાં એક ખોજાને મહારોગ થઈ ગયો હતો તેથી ડોક્ટર, વૈદો વગેરે છૂટી પડ્યા હતા. એનો બાપ માંચીમાં ઉપડાવી બાપાશ્રી પાસે લાવ્યો ને પ્રાર્થના કરી જે, “આ મારે એક જ છોકરો છે તેનો રોગ મટાડો.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “આ વાલોળનું પોણો શેર શાક છે તે બધું જમી જાઓ તો બધો રોગ મટે અને થોડું જમો તો થોડો રોગ મટે.”

પછી તે બધું જમી ગયો ને સાજો થયો ને ચાલીને ઘેર ગયો ને તેને બાપાશ્રીને વિષે હેત બહુ થઈ ગયું. પછી જ્યારે બાપાશ્રીએ સંવત ૧૯૭૧ની સાલમાં યજ્ઞ કર્યો હતો ત્યારે તેણે પોતાનાં નવાં મેડીબંધ મકાનો ઉતારા માટે આપ્યાં હતાં તેમાં ભુજના મોટા મોટા અમલદારો ઊતર્યા હતા.

તેમણે પૂછ્યું જે, “કણબી તો બાપાશ્રીની નાતના ગણાય, પણ તમે તો મુસલમાન કહેવાઓ ને આવાં નવાં ઘર યજ્ઞમાં વાપરવા આપ્યાં તેનું શું કારણ?”

ત્યારે તે કહે જે, “ઘર તો શું, પણ મારું સર્વસ્વ અર્પણ કરું તોય ઓછું છે; કેમ જે હું કોઈ ઉપાયે જીવું તેમ ન હતો, પણ બાપાશ્રીએ મને વાલોળનું શાક જમાડીને જીવતો રાખ્યો તે મહાન ઉપકાર મારાથી કેમ ભુલાય?”

તે વાત સાંભળીને ગિરજાશંકરભાઈ આદિ અમલદારોને બાપાશ્રીને વિષે મુક્તપણાનું હેત થઈ ગયું.  II ૬૭ II

 

In Vṛṣpur a Khoja gentleman was suffering from incurable disease. Doctors and Vaidyas could not cure him. His father brought him by carrying him in a small cot to Bāpāśrī and prayed that he was his only son and requested to cure him. Bāpāśrī told him that if his son ate three fourth lbs vegetable of valol he would be cured completely but if he ate some out of it the disease will be cured a little. The son ate everything and was cured and went home on foot, and he developed much love for Bāpāśrī. Bāpāśrī organised a yajña in Saṁvat year 1971, that Khoja gentleman had given his new storeyed  buildings for devotees’ lodging. In those building big officers of Bhuj were lodged. They asked that Kaṇabī belonged to the Bāpāśrī’s caste whereas he was a Muslim and he had given his new houses to be used in yajña for the devotees-what was the reason? He replied that leaving aside the question of his building, if he offered everything of his, it was not enough because he was on the verge  of death but Bāpāśrī saved his life by making him eat vegetable of valol- how could he forget that great obligation. Hearing this Girjashankarbhāī, etc. developed love for Bāpāśrī considering him to be mukta. || 67 ||