Gujarati / English

એક સમયે કરાંચીનાં સાંખ્યયોગી ભાણુબાઈને મંદવાડ થઈ ગયો. તે શ્રીજી મહારાજને ને બાપાશ્રીને બહુ સંભારતાં. તેમણે દેહ મૂકવાને દિવસે લીરૂબા આદિ બાઈઓને કહ્યું જે, “તમે સૌ આજ મારી પાસે રહેજો.”

પછી દેહ મૂકવાને દિવસે શ્રીજી મહારાજ તથા બાપાશ્રી તથા અનંત સંતોનાં દર્શન થયાં એટલે પગે લાગવા મંડ્યા.

ત્યારે લીરૂબાએ કહ્યું જે, “આ શું થાય છે?”

ત્યારે તે બોલ્યાં જે, “મહારાજ તથા બાપા અને સંત આવ્યા છે તે કહે છે કે તમને દશ વાગે તેડી જઈશું.”

પછી બરાબર દશ વાગે સૌને જય સ્વામિનારાયણ કહી દેહ મૂકી મૂર્તિના સુખમાં ઊતરી ગયાં. તે બાઈએ દેહ મૂક્યા અગાઉ પોતાનું સર્વસ્વ શ્રીજી મહારાજનું છે એવું લખત કર્યું હતું.  II ૬૯ II

 

Once, Bhanubai, a nun, of Karāchī had some illness. She used to remember very much Śrījī Mahārāj and Bāpāśrī. On the last day of her life she told Liruba, etc. to remain near her. On that day she had darśan of Śrījī Mahārāj, Bāpāśrī and infinite saints so she began to prostrate before them. Liruba asked what was that. She said that Mahārāj, Bāpāśrī and saints had come and said that she would be fetched at ten o’clock. Then exactly at ten o’clock she said Jay Swāmīnārāyaṇa to all and left her body and went deep in the happiness of Mūrti. Before leaving her body she had made a will that everything belonging to her was of Śrījī Mahārāj. ||69 ||