Gujarati / English

પાટડીમાં એક જણના ઘરમાં જન રહેતો. તે ઘરમાં રાત્રિએ કોઈથી રહેવાતું નહિ ને જે રહે તેનો જીવ લેતો. તે ઘર લઈને ભાઈઓનું મંદિર કરવાની બાપાશ્રીએ નાગજીભાઈને આજ્ઞા કરી તેથી નાગજીભાઈએ લઈને મંદિર કરાવ્યું. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવા બાપાશ્રી સંવત ૧૯૭૨ના ફાગણ વદ-૧૨ને રોજ પધાર્યા હતા.

તે દિવસે પ્રતિષ્ઠા કરતી વખતે બાપાશ્રી બોલ્યા જે, “આ ખૂણામાં જન ઊભો છે તે અમારાં દર્શન કરવા સારુ રહ્યો હતો. તેને અમે મૂર્તિના સુખમાં મૂકી દીધો. એના રહેવાથી ઘર સોંઘું મળ્યું, એટલી એની સેવા માની એનો મોક્ષ કર્યો.”

પછી કાલિદાસભાઈને ઘેર પધાર્યા ને ત્યાં વર આપ્યો જે, “આ ઘરના બારણામાંથી જે નીકળશે તેને અમે અક્ષરધામમાં લઈ જઈશું.”   II ૭૦ II

 

A genie lived in someone’s house in Pāṭḍī. In that house nobody could stay at night because whosoever stayed, he /she died. Bāpāśrī ordered Nāgjībhāī to buy that house and build the temple for gents and Nāgjībhāī accordingly did so. For establishment of Mūrti Bāpāśrī had gone there on Fāgaṇa Vad 12th, in Saṁvat year 1972. On that day establishing ceremony was going on, Bāpāśrī said that genie was standing in the corner and he was there to have his darśan. Bāpāśrī had kept him in the happiness of Mūrti. Because of genie, the house was bought cheaper, so Bāpāśrī considered his sevā and liberated him. Bāpāśrī went to Kālīdāsbhāī’s house and gave the boon that whosoever came out of the door of that house will be taken to Akṣardhām by him. || 70 ||