Gujarati / English

સંવત ૧૯૫૩ની સાલમાં ધ. ધુ. આચાર્ય શ્રી પુરુષોત્તમ-પ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા. તે જ્યારે કેરા ગામમાં પધાર્યા ત્યારે બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સૌ સંત તથા વૃષપુરના હરિભક્તો કેરામાં દર્શને ગયા હતા.

ત્યાં બાપાશ્રીને પોતાના તંબુમાં તેડાવીને કહ્યું જે, “તમને શ્રીજી મહારાજે જીવોના ઊદ્ધાર કરવા સારુ મોકલ્યા છે; એમ અમે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના કહેવાથી જાણીએ છીએ. માટે અમને તમારી પેઠે મૂર્તિનું સુખ આવે એવા આશીર્વાદ આપો. તમને મારે અમદાવાદ તેડાવી બે મહિના રાખીને જોગ કરવો છે.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “બહુ સારું મહારાજ.”

પછી વ્યાવહારિક વાત પૂછી જે, “અમારાથી અબડાશામાં જવાણું  નહિ તેથી તે દેશ ફર્યા વિનાનો રહી ગયો અને મિસ્ત્રીઓનાં ગામોમાં પણ ઝાઝું રોકવાનું કહે છે માટે ત્યાં રોકાઈએ તો શ્રીહરિ નવમીએ અમદાવાદ પહોંચાય નહિ. માટે તે સમૈયો અહીં ભુજ કરીએ કે અમદાવાદ કરીએ?”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “એ સમૈયો તો અમદાવાદ કરવો.”

ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, “તમે મિસ્ત્રીઓનાં ગામોમાં ભેળા આવીને તેમને સમજાવીને વહેલી રજા અપાવો તો અમદાવાદ પહોંચાય.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ભલે, અમે ભેળા આવીને સમજાવશું. તમે કચ્છ મૂકીને ગુજરાત તરફ ચાલશો ને ધ્રાંગધ્રે પહોંચશો ત્યારે અમદાવાદથી કાગળ આવશે જે, ‘પ્લેગના રોગથી સમૈયો સરકારે બંધ કરાવ્યો છે માટે અહીં પેસવા દેશે નહિ.’ અને ધ્રાંગધ્રાના રાજા શ્રી માનસિંહજી બે મહિના સુધી રોકાવાનો આગ્રહ કરશે અને તમારા ભેળા મોટા મોટા સંત છે તે પણ ત્યાં રોકાવાનું કરશે, પણ રોકાશો નહિ. સમૈયા નજીક અમદાવાદ ઢૂંકડા થઈ જજો. પછી ફેર કાગળ આવશે કે, ‘સમૈયાની છૂટી થઈ છે’, એટલે અમદાવાદ પધારશો.”

એમ વાત કરીને પછી રાત્રિએ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા. બીજે દિવસે મહારાજશ્રી વૃષપુર પધાર્યા. ત્યાં બે દિવસ રહીને પછી મિસ્ત્રીઓનાં ગામોમાં જવા નીકળ્યા. તેમના ભેળા બાપાશ્રી ચાલીશ-પચાસ હરિભક્તોને લઈને ગયા. તે મિસ્ત્રીઓને સમજાવીને સત્તર રસોઈઓ હતી તે ભેળી કરાવીને ત્રણ દિવસમાં રજા અપાવી ને રસોઈઓને બદલે બીજી સેવા કરાવરાવી. પછી કુંભારિયેથી ચાલ્યા તે દેવળિયા, સિનોગરા થઈને અંજાર સુધી વળાવીને ત્યાંથી પાછા વળ્યા.

ત્યારે ગોવાભાઈએ બાપાશ્રીને કહ્યું જે, “કુંભારિયે પધારો.”

પછી કુંભારિયે ચાલ્યા તે ચાલતાં માર્ગમાં એક ઉંદર દરમાંથી બહાર નીકળ્યો તેને સમળીએ ઝડપ નાખી, પણ સમીપે ઘણા મનુષ્ય જોઈને ઉંદરને પકડ્યા વિના ઊડી ગઈ, પણ પાંખની ઝાપટ લાગવાથી ઉંદરને કળ ચડી ને તડફડવા લાગ્યો. તેના ઉપર બાપાશ્રીએ ધૂળની ચપટી નાખીને વર્તમાન ધરાવ્યાં ને ઉંદરે દેહ મૂકી દીધો.

ત્યારે સ્વામી અક્ષરજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણ-દાસજી આદિ સંતોએ તથા કેશરાભાઈ આદિક હરિભક્તોએ પૂછ્યું જે, “એની શી ગતિ થઈ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આત્યંતિક મોક્ષ થયો.”

પછી કુંભારિયે ગયા ને ત્યાં બે-ત્રણ દિવસ રહીને ભુજના સંત હતા તે ભુજ ગયા અને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સૌ બાપાશ્રી ભેળા વૃષપુર ગયા. અને આચાર્ય મહારાજશ્રી તથા સર્વે સદગુરુઓ અંજારથી ચાલ્યા તે ધ્રાંગધ્રે પહોંચ્યા. ત્યાં અમદાવાદથી કાગળ આવ્યો જે, “અહીં સરકારે સમૈયાની બંધી કરી છે માટે અમદાવાદમાં પેસવા દેશે નહિ.” ત્યાંના રાજાએ પણ બે માસ સુધી રોકાવાનો આગ્રહ કર્યો અને સદ્. વૃંદાવનદાસજી સ્વામી તથા સદ્. દેવચરણદાસજી સ્વામી તથા શાસ્રી બાળમુકુંદાનંદજી બ્રહ્મચારી આદિ ઘણા સંતોએ પણ કહ્યું જે, “અહીં આગ્રહ કરીને રોકે છે ને અમદાવાદમાં પેસવા દેશે નહિ માટે રહીએ તો ઠીક.”

પણ મહારાજશ્રીએ કહ્યું જે, “ચાલો, જેમ થનાર હશે તેમ થશે.”

પછી ત્યાંથી ચાલ્યા તે લીલાપુર આવ્યા. ત્યાં અમદાવાદથી કાગળ આવ્યો જે, “સમૈયાની છૂટી થઈ છે માટે પધારો.”

પછી સર્વે અમદાવાદ આવ્યા અને સમૈયો થયો.  II ૮ II

 

In Saṁvat year 1953, Dharm Dhuraṅdhar Āchārya Śrī Puruṣottamprasādjī Mahārāj had come to Kutch. When he visited Kerā, Bāpāśrī and Swāmī Īśvarcharaṇadāsjī, etc. saints and devotees of   Vṛṣpur had come to Kerā for darśan. There Bāpāśrī was called by Āchāryaśrī in his tent and he told him that Śrījī Mahārāj had sent him for the liberation of jīvas-he knew thus from Sadguru Śrī Nirguṇdāsjī Swāmī, so Bāpāśrī was requested to bless him to have the happiness of Mūrti as Bāpāśrī was having. Āchāryaśrī added that he wanted to call Bāpāśrī to Amdāvād and keep him there for two months for his association. Bāpāśrī said all right. Then Āchārya said, “I could not go to Abdasa and  moreover Mistries  (carpenters) requested me to stay for long time in their villages and if I stay there I can not reach Amdāvād on the day of Śrī Hari Navmi-so should I attend samaiyā at Bhuj or Amdāvād?” Then Bāpāśrī told him to do samayia at Amdāvād.  MahārājŚrī said to Bāpāśrī , “If you come to the villages of Mistries with me and persuade them to give me permission to go early then that I can reach Amdāvād.” Bāpāśrī agreed. Then Bāpāśrī said, “When you go towards Gujarāt from Kutch and reach Dhrāṅgadhrā, you will get a letter from Amdāvād informing you that the Government has banned samayia because of plague and would not allow you to enter. The king of Dhrāṅgadhrā Śrī Mansihji will insist you to stay in Dhrāṅgadhrā for two months and great saints are with you and they would like to stay but do not stay. When the time of samayia is near see that you are near Amdāvād. Then again you will get letter that samayia has been permitted, so go to Amdāvād.” Then Bāpāśrī and Swāmī Īśvarcharaṇadāsjī, etc. saints went to Vṛṣpur at night. On the next day Mahārāj Śrī came to Vṛṣpur. There he stayed for two days and started to go to the village of Mistries. Bāpāśrī went with him along with forty to fifty devotees. There he persuaded Mistries and seventeen offerings of meals were made in three offerings and got permission in three days and made them do other sevā. Then they started from Kumbharia and on the way they went to Devaliya, Sinogara up to Añjār. There Āchārya Śrī was given send off, and from there Bāpāśrī returned. Govabhāī requested Bāpāśrī to visit Kumbharia. While going to Kumbharia on the way a rat came out of its hole (burrow) and the kite came with speed to catch but on seeing many human beings it flew away without catching it. But as its wings hurt the rat so it began to struggle for life. Bāpāśrī put a pinch of dust on it, gave it vartamān and the rat died. Swāmī Akṣarjivandasji, Swāmī Īśvarcharaṇadāsjī, etc. saints, Keshrabhāī, etc. devotees asked what its state would be? Bāpāśrī said it got ultimate liberation. Then Bāpāśrī went to Kumbharia and staying there for two to three days, saints of Bhuj went to Bhuj and Swāmī Īśvarcharaṇadāsjī, etc. all went to Vṛṣpur along with Bāpāśrī. Āchārya MahārājŚrī and all Sadgurus reached Dhrāṅgadhrā from Añjār. There they got a letter from Amdāvād about the ban on samaiyā by the Government and they would not be allowed to enter Amdāvād. The king also insisted for their stay for two months and Sadguru Swāmī Vṛṅdāvandāsjī, Sadguru Swāmī Devcharandasji, Shashtri Balmukundānaṅdjī Brahmachārī, etc. saint told to Āchāryaśrī to stay in Dhrāṅgadhrā since the king insisted and they would not be allowed to enter Amdāvād, so it would be better to stay here. But MahārājŚrī asked to start and said, “Let it happen whatever happens.” They started from there and came to Lilapur. There a letter came from Amdāvād telling that the ban on samaiyā had been lifted so come. Then all came to Amdāvād and samayia was held. || 8 ||