Gujarati / English

સંવત ૧૯૭૮ની સાલમાં વઢવાણના દાક્તર નાગરદાસભાઈ તથા તેમના ભાઈ મણિલાલ તથા અશ્લાલીના રાવસાહેબ બાલુભાઈ આદિ વૃષપુર ગયા હતા.

પછી તે રામપુર જવા તૈયાર થયા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમે સર્વે નાહીને પૂજા કરીને જાઓ.”

પછી તે સર્વે પૂજા કરીને ચાલ્યા તે રામપુરની ગંગામાં મણિલાલભાઈ લપસી પડ્યા ને વાગ્યું તેથી દેહનું ભાન ન રહ્યું. પછી તેમને વૃષપુર લાવ્યા ત્યારે બાપાશ્રીએ વાગેલા ઉપર હાથ ફેરવ્યો કે તરત દુ:ખાવો બંધ થઈ ગયો ને દંડવત કરી શક્યા. પછી ખબર પડી કે નાહ્યા પૂજા કર્યા વિના ગયા હોત તો નાહવાનું કે પૂજા કરવાનું થઈ શક્ત નહિ.  II ૮૦ II

 

In Saṁvat year 1978, Doctor Nāgardāsbhāī of Vaḍhwāṇ and his brother Maṇilāl and Rao Shaheb Bālubhāī of Aślālī, etc. had gone to Vṛṣpur. When they began to leave for Rāmpur, Bāpāśrī asked them all to perform pūjā after having bath and then  go. They all performed pūjā   and started. In the Gaṅgā of Rāmpur Maṇīlālbhāī slipped and was injured so he became unconscious. He was brought to Vṛṣpur where Bāpāśrī moved his hand on injured part and the pain subsided and he could prostrate. Then they knew that had they gone without taking bath or performing pūjā, that would not have been possible. || 80 ||