Gujarati / English

બાપાશ્રીનાં દીકરી રાધાબાને મંદવાડ ઘણો હતો ને દેહ રહે તેમ નહોતું. પછી દાક્તર મણિલાલે બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “રાધાબાને રાખો તો અમારે આપની સેવા-સમાગમનું સુખ આવે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “રાધાબાને સારું થશે.”

પછી બીજે દિવસે બાપાશ્રીએ તે સર્વેને કહ્યું જે, “પરચા શું? આ રાધાબાનો દેહ રહે તેમ નહોતો તે રાખ્યો એ જ પરચો છે.”  II ૮૧ II

 

Radhaba, the daughter of Bāpāśrī was severely ill and perhaps she might not survive. Dr. Maṇīlālbhāī requested Bāpāśrī to keep Radhaba so that they could get joy of his sevā and association. Bāpāśrī said that Radhaba would get well. On the next day Bāpāśrī asked all, what the miracle was-it was not possible for Radhaba to survive and she had been kept that itself was a miracle. || 81 ||