Gujarati / English

એક સમયે બાપાશ્રી ધ્રાંગધ્રે પધાર્યા હતા, તે વખતે ઘણા હરિભક્તો સ્ટેશને સામા આવ્યા હતા.

તે વખતે ત્યાંનાં સાંખ્યયોગી ચંચળબાઈએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “બાપા! મને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દો.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “કાલે સવારે સૌને દર્શન આપીને તમને તેડી જઈશું. આ વાત સર્વને કહેજો.”

પછી બીજે દિવસે સવારે બાપાશ્રી અનંત મુક્તોએ સહિત દર્શન આપી તેડી ગયા તેથી આખા ગામમાં સૌને આનંદ આનંદ થઈ ગયો.  II ૮૫ II

 

 

 Once, Bāpāśrī had gone to Dhrāṅgadhrā. Many devotees had gone to the station to receive him. Chanchalbai, a nun of that place, requested Bāpāśrī to put her in the happiness of Mūrti.  Bāpāśrī told her that on the following day in the morning she would be fetched by giving darśan to all and asked her to tell it to all. On the following day in the morning Bāpāśrī gave darśan along with infinite muktas and fetched her so the whole village became joyous. || 85 ||