Gujarati / English

સવંત ૧૯૭૯ની સાલમાં ધ્રાંગધ્રાના સોની લીલાધર કુટુંબે સહિત વૃષપુર ગયા હતા. પછી પોતાના ગામ પાછા આવતી વખતે બાપાશ્રીએ એમના ત્રણ દીકરાનાં કાંડાં ઝાલ્યાં, તે બે ભાઈનાં મૂકી દીધાં ને નાના ભાઈ મોહનનું કાંડું ઝાલી રાખ્યું ને કહ્યું જે, “તને તો સેવામાં રાખવો છે.” એમ કહીને એનું કાંડું પણ મૂકી દીધું.

પછી તે ધ્રાંગધ્રે ગયા. ત્યાં મોહનને મંદવાડ થઈ ગયો તેને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તને પૂનમના રોજ બપોરે બાર વાગે તેડી જઈશું.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

પછી આ વાત તેના બાપને કરી તેથી તેના બાપે બાપાશ્રીને તાર કર્યો જે, “મોહનને સાટે મને લઈ જાઓ, પણ એને રાખો.”

પછી બાપાશ્રીએ તારનો જવાબ આપ્યો જે, “તમારી પ્રાર્થના મંજૂર.”

તે જોઈને તાર માસ્તર મણિલાલભાઈ સત્સંગી થયા અને મોહનને મંદવાડ મટી ગયો.  II ૮૬ II

 

In Saṁvat year 1979, Sonī Liladhar of Dhrāṅgadhrā had gone to Vṛṣpur along with his family. When he was returning, Bāpāśrī caught hold of his three sons’ hands-he freed two brothers’ hands but the younger brother named Mohan was caught hold of and Bāpāśrī said he was to be kept in sevā and saying so, he also freed his hand. Then they went to Dhrāṅgadhrā. There Mohan became ill. Bāpāśrī gave him darśan and told him that on the day of poonam at noon he would fetch him and then disappeared. Mohan told his father about it so he sent a telegram to Bāpāśrī stating that instead of Mohan he should be fetched. Bāpāśrī replied that his request had been sanctioned. On seeing it Maṇīlālbhāī telegraph operator became satsaṅgī and Mohan was cured. || 86 ||