Gujarati / English

સવંત ૧૯૮૦ના પોષ માસમાં અમદાવાદથી નાગર બ્રાહ્મણ દીવાળીબાઈ વૃષપુર બાપાશ્રીનાં દર્શને ગયાં હતાં. ત્યાં તેમને મંદવાડ બહુ થઈ ગયો તેથી બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “બાપા! મને મૂર્તિના સુખમાં મૂકી દો.”

ત્યારે બાપાશ્રી કહે જે, “કાલે તમને મહારાજના સુખમાં મૂકી દઈશું.”

પછી બીજે દિવસે સવારે તે બાઈને શ્રીજી મહારાજ તથા બાપાશ્રીનાં ઘણી વાર સુધી દર્શન થયાં ને દેહ પડી ગયો. તે ટાણે કરાંચીના લાલજીભાઈને પણ તેવાં દર્શન થયાં હતાં.  II ૮૮ II

 

In Saṁvat year 1980, in the month of Posh, Nagar Brāhmaṇa  Diwalibai had gone to Vṛṣpur from Amdāvād for darśan of Bāpāśrī. There she became very ill and prayed to Bāpāśrī asking him to put her in the happiness of Mūrti. Bāpāśrī told her that on the following day he would put her in the happiness of Mahārāj. In the morning of the following day the lady got darśan of Śrījī Mahārāj and Bāpāśrī for a long time and she left the body. At that time Lāljībhāī of Karāchī had the same darśan. || 88 ||