Gujarati / English

એક સમયે માનકુવાથી બે બાઈઓ બાપાશ્રીને દર્શને જતાં ડુંગરામાં શ્રીજી મહારાજની પ્રસાદીનું સ્થાન છે ત્યાં આગળ વાતો કરતાં જતા હતા જે, “બાપાશ્રીનાં દર્શન કરશું પછી અન્ન-જળ લઈશું.”

તે સાંભળી જુમલો નામનો જન હતો તેણે જાણ્યું જે, “આ કોઈક મહાત્મા પુરુષ પાસે જાય છે માટે હું પણ ભેળો જાઉં તો મારો મોક્ષ થાય.”

એમ જાણી એક બાઈમાં પ્રવેશ કર્યો. પછી તે બાઈએ જાંબુડાવાળી નવી વાડીમાં આવી બાપાશ્રીનાં દર્શન કર્યા ત્યાં જે બાઈમાં જને પ્રવેશ કર્યો હતો તે બાઈ ધૂણવા લાગી.

ત્યારે બાપાશ્રીએ પૂછ્યું જે, “તું કોણ છે?”

ત્યારે તે બોલ્યો: “હું જુમલો છું, મારો મોક્ષ કરો. તમે બહુ મોટા છો અને હું મોક્ષ માટે જ આવ્યો છું.”

પછી એને અક્ષરધામમાં પહોંચાડી દીધો.  II ૮૯ II

 

Once, two women were going for Bāpāśrī’s darśan from Mānkuvā. On the way there is a monument of Śrījī Mahārāj’s Prasādi on hills and while passing that way they were talking and saying that food or water would be taken after Bāpāśrī’s darśan. Hearing that a genie named Jumlo knew that they were going to some Mahatma so if he went with them he would be liberated and entered the body of one woman. That lady came in a new farm Jambuvadi and had darśan of Bāpāśrī. The woman was affected by the genie so she began to swing (dhunva). Bāpāśrī asked who he was. He said that he was Jumlo and requested Bāpāśrī to liberate him. He added that Bāpāśrī was very great and he had come only for liberation- he was sent to Akṣardhām. || 89 ||