Gujarati / English

એક દિવસ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા રામકૃષ્ણદાસજી ત્રણે વૃષપુરના મંદિરમાં સૂતા હતા.

રાત્રિના બાર વાગે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે કાલે તમારે અમારો વિયોગ થાશે.”

તેમણે કહ્યું જે, “કેમ, આપને ક્યાંય જાવું છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ અમારા કુટુંબમાં નાનજીનો દીકરો દેવશી કૂવામાં પડી ગયો છે તેને અમે ધામમાં મૂકી દીધો છે, પણ હજી સુધી એ છોકરો પાણી બહાર દેખાયો નથી. તે સવારે દેખાશે ત્યારે ભુજથી ફોજદાર આવશે ને પંચાતનામું થાશે, પછી તેને દેન દેવાશે તે સાંજ પડી જશે ત્યાં સુધી રહેવું પડશે, માટે તમારી પાસે નહિ અવાય.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “તમે જાણો છો ત્યારે તો તમારે સ્નાન આવે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે તો જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સારુ અક્ષરધામમાંથી આવ્યા છીએ અને અમે તો દિવ્ય મૂર્તિ છીએ માટે અમારે તો સ્નાન-સૂતક આવે જ નહિ. બગદાલવ ૠષિ દેહધારી હતા તોપણ એક વાળ તાણી નાખતા, તેમાં સ્નાન-સૂતક બેય જતાં; તો અમારે હોય નહિ એમાં શું કહેવું? પણ લોકના ભેળા રહ્યા તે લોકની રીતે ચાલવું જોઈએ. અત્યારે સૌ કહે છે કે, ‘જડતો નથી’, તો તે ભેળા અમે પણ એમ જ કહીએ છીએ અને સવારે ‘જડ્યો’ કહેશે તે ભેળા અમે પણ ‘જડ્યો’ એમ કહેશું. જો કૂવામાં પડ્યો છે એમ કહીએ તો ઘણા માણસો અમારું અંતર્યામીપણું જાણી જાય. માટે લોકની પેઠે વરતીએ છીએ.”  II ૯ II

 

Once Bāpāśrī, Swāmī Īśvarcharaṇadāsjī and Ramkrishnadasji, all three were sleeping in the temple of Vṛṣpur. At twelve o’clock in the night Bāpāśrī told Swāmī Īśvarcharaṇadāsjī, “Tomorrow you will have my separation.” He asked Bāpāśrī where he wanted to go. Bāpāśrī said, “Devshi the son of Nanji in our family has today fallen in the well and I have put him in Akṣardhām but till now that boy has not been seen out of water. He would be seen in the morning, then P.S.I. (fojdar) will come from Bhuj and would make a punchnama (a legal procedure), then he will be cremated and by the time it will be evening and I will have to stay till then so, I will not be able to come to you.” Swāmī Īśvarcharaṇadāsjī said since he knew it he would have to take bath. Bāpāśrī said, “I have come from Akṣardhām for the ultimate liberation of jīvas and I am a divine Mūrti so snan-sutak are not concerned with me. Sage Bagdalav was in physical body even then he used to pull out a hair and in that ritual he was free from snan –sutak, so what to say when I do not have such worldly rituals. But since, I stay with the people of the world so I have to follow the rules of the world. At present all say that he is not found and would say in the morning he is found and I would also say the same with them. If I say that he had fallen into the well, many would know my supernatural power so, I behave according to the rules of the world. || 9 ||