Gujarati / English

સવંત ૧૯૮૨ની સાલમાં બાપાશ્રી સરસપુરમાં હતા. અને કાનજીભાઈ તથા મનજીભાઈનાં માતુશ્રીને જે દિવસે તાવ આવવાનો હતો તે દિવસે બાપાશ્રીએ અનંત સંતો ને મહારાજ સાથે વૃષપુરમાં એક હરિભક્તને દર્શન આપ્યાં.

ત્યારે તેણે કહ્યું જે, “આટલા બધા સંતોને ક્યાં ઉતારશો? ને શું ખાવા આપશો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તારાં માતુશ્રીને આજ તાવ આવશે ને પરમ દિવસે અમે તેડવા આવીશું.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

પછી તેમને તાવ આવ્યો ને ત્રીજે દિવસે બાપાશ્રી એવી જ રીતે તે હરિભક્તને દર્શન આપી તેડી ગયા. તેમનો દેહ મૂક્યાનો તાર બાપાશ્રી ઉપર આવ્યો.

પછી બાપાશ્રીએ સ્વામીને કહ્યું જે, “ગયે વર્ષે એ મેડીથી પડ્યાં હતાં અને બહુ વાગ્યું હતું તેમને ધામમાં મૂકવાં હતાં, પણ તમે ના પાડી. પછી અમે કહ્યું જે, ‘તમે રાખવાનું કહો છો, પણ તમને આડાં આવશે.’ તોપણ તમે રખાવ્યાં. તે આજે આડાં આવ્યાં; કેમ જે આપણે પંદર-વીસ દિવસ અહીં રહેવું હતું તે હવે જવું પડશે.”

એમ વાત કરી તૈયાર થઈ પોતે વૃષપુર પધાર્યા. ત્યાં પારાયણ બેસાર્યું અને એમનું કાર્ય બહુ મોટું કર્યું હતું.  II ૯૧ II

In Saṁvat year 1982, Bāpāśrī was in Saraspur. The mother of Kanjbhāī and Manjibhāī had fever on a particular day. On that day Bāpāśrī gave darśan to a devotee in Vṛṣpur along with infinite saints and Mahārāj. He asked Bāpāśrī where all those saints would be lodged and what they would be given for food. Bāpāśrī told him that his mother would have fever today and on the day after tomorrow he would come to fetch her- saying so, Bāpāśrī disappeared. She had fever and on the third day Bāpāśrī fetched her by giving darśan to that devotee. Bāpāśrī got a telegram about her death. Bāpāśrī told Swāmī that she had fallen last year from the upper storey and there was much injury and she was to be put in Akṣardhām but he had refused. Then Bāpāśrī told him that he wanted to keep her but she would be hurdle for him even then he made her to keep. Today she became obstacle because they would have to leave whereas they wanted to stay there for fifteen to twenty days. Saying so, Bāpāśrī got ready and came to Vṛṣpur. There pārāyaṇa was arranged and her work was done in a big way. || 91 ||