Gujarati / English

એક સમયને વિષે કરાંચીના લાલુભાઈને મારગમાં ચાલતાં સામેથી ગાડી ભટકાવવાથી ઘણું લાગ્યું ને રુઘિર ઘણું નીકળવાથી શરીરની શુદ્ધિ રહી નહિ. તેથી તેમને મોટી ઈસ્પિતાલમાં લઈ ગયા.

જ્યારે શુદ્ધિ આવી ત્યારે કહે જે, “મને ઘેર લઈ ચાલો, મારે અહીં રહેવું નથી.” ત્યારે તેમનાં સગાં-સંબંધીઓએ પ્રાર્થના કરી રાખ્યા.

પછી રાત્રિએ શ્રીજી મહારાજ તથા બાપાશ્રી તથા ઘણા સંતોએ સહિત તેજોમય આકાશમાર્ગે અધરથી આવતા હોય એમ તેમને દેખાયા. તે ખાટલા પાસે આવીને ઊભા રહ્યા તેથી લાલુભાઈને બહુ આનંદ થયો. પછી મહારાજ તથા બાપાશ્રી સંતોએ સહિત અદૃશ્ય થઈ ગયા, ને પોતે બીજે દિવસે ઈસ્પિતાલમાંથી ઘેર આવ્યા. પછી દાક્તર પાસે પાટો બંધાવતા, પણ આરામ થયો નહિ ને તેમને બાપાશ્રી પાસે જવાની તીવ્ર ઈચ્છા થઈ તેથી ઘણા ઉદાસ થઈ ગયા. તે જ દિવસે રાત્રિએ બે વાગે ઓચિંતા ત્રણ પુરુષનાં દર્શન થયાં તે બહુ પુષ્ટ ને ઊંચા ને તેજોમય હતા.

તે જોઈને લાલુભાઈએ પૂછ્યું જે, “આપ કોણ છો?”

ત્યારે તેમણે કહ્યું જે, “અક્ષરધામમાંથી મહારાજની આજ્ઞાએ તમને તેડવા આવ્યા છીએ.”

તે સાંભળી લાલુભાઈ બહુ જ રાજી થયા. ત્યાં તો એ ત્રણેય મુક્તો લાલુભાઈને ઉપાડી અક્ષરધામમાં લઈ ગયા અને લાલુભાઈને એક મોટી પાટ ઉપર સુવાર્યા અને પાટા બાંધેલા હતા તે છોડી નાખ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી લાગેલા ભાગ ઉપર હાથ ફેરવ્યા અને તરત જ પાછા ઉપાડી તેમના ઘરમાં મૂકી ગયા. પછી સવારે દાક્તર પાટો બાંધવા આવ્યો તેણે પાટા છોડી નાખેલા જોઈને પૂછ્યું ત્યારે લાલુભાઈએ બનેલી વાત વિસ્તારીને કહી તેથી દાક્તરને તથા સૌને શ્રીજી મહારાજનો તથા બાપાશ્રીનો અલૌકિક પ્રતાપ જણાણો. પછી લાલુભાઈ સાજા થઈ ગયા ને હળવદ જઈને બાપાશ્રીનાં દર્શન કર્યા.

તેમને બાપાશ્રીએ કહ્યું જે, “તમને અમારાં દર્શને આવવાની ઘણી તાણ હતી તેથી તમને મહારાજે ને અમે મટાડી દીધું.”

તે સાંભળી લાલુભાઈ બહુ રાજી થયા.  II ૯૨ II

Once, Lālubhāī of Karāchī was injured by car coming from opposite direction. He was injured a lot and blood came out in much quantity so he became unconscious. He was shifted to a big hospital. When he regained consciousness he said that he should be taken to his house because he did not want to be in the hospital but his relatives prayingly persuaded him and kept him. At night Śrījī Mahārāj, Bāpāśrī along with many saints were coming from the luminous sky-he saw thus. They stood near his cot so Lālubhāī was very much pleased. Then they all disappeared and he came home on the following day from the hospital. There after he was bandaged by doctor but there was no relief. He wished to go to Bāpāśrī so he became very sad. On that day at night at two o’clock all of a sudden he had darśan of three holy persons. They were very strong, tall and luminous. Lālubhāī asked them who they were. They said they had come from Akṣardhām by Mahārāj’s command and had come to fetch him. On hearing this Lālubhāī was very much pleased. All the three muktas took Lālubhāī in Akṣardhām and made him lie on a big table and removed his bandages and chanting maṅtra of Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa and moved their hands on the injured part and then again they put him back in his house. When the doctor came in the morning to tie bandage but seeing it removed, he asked what the matter was. Lālubhāī told elaborately about everything. So the doctor and all knew about the divine power of Śrījī Mahārāj and Bāpāśrī. Lālubhāī became all right and went to Halvad and had darśan of Bāpāśrī. Bāpāśrī told him that since he was very eager for darśan so Mahārāj and he remedied it. Hearing this Lālubhāī was much pleased. || 92 ||