Gujarati / English

એક સમયે બાપાશ્રી કરાંચી પધાર્યા હતા, અને વૃષપુરમાં રામજીભાઈ ગરાળાના દીકરા હરજીને મંદવાડ બહુ હતો, તેને બાપાશ્રીનાં દર્શનની ઝંખના બહુ થઈ.

પછી વૃષપુરના મંદિરમાં ઓસરીમાં ઠાકોરજીના દીવા કરતી વખતે રામજીભાઈને દર્શન આપ્યાં ને કહ્યું જે, “હરજીને કહેજો કે તને સવારે દર્શન આપીને તેડી જઈશું.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

પછી બીજે દિવસે સવારે બાપાશ્રી દર્શન આપીને તેડી ગયા.  II ૯૩ II

Once, Bāpāśrī had gone to Karāchī and in Vṛṣpur Harjī the son of Rāmjī Garala was very much ill. He very much wished to have darśan of Bāpāśrī. Then in the temple of Vṛṣpur Rāmjībhāī got darśan at the time when lamp was lighted for Ṭhākorjī in the porch. Bāpāśrī told him to inform Harjī that on the next morning he would be fetched by giving darśan. Saying so, he disappeared. Accordingly he was fetched on the next day morning by giving darśan. || 93 ||