Gujarati / English

વૈશાખ વદિ-૯ને રોજ બપોરે શેદલાના કાનજીભાઈએ પૂછ્યું જે, “શ્રી ગોપાળાનંદ સ્વામી ચમત્કાર જણાવતા તેમ આજ મુક્ત કેમ નહિ જણાવતા હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ મોટા જો ચમત્કાર જણાવે તો મહારાજને મૂકીને મોટાને વિષે  ચોંટે, ને કહ્યું પણ માને નહિ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ એવું પ્રકરણ રાખ્યું હતું તેમાં કેટલાક અવળું સમજીને વાંસે અંધપરંપરા ચલવે છે. માટે એવું થાય તો બગાડ ઘણો થાય. તેથી મોટા ચમત્કાર જણાવતા નથી. કોઈકને ચમત્કાર કે ઐશ્વર્ય જણાવે  કે આપે તે તો જેમ બાળકને રમકડું આપે તે રાજી થાય, પણ તેણે કરીને ભૂખ ભાંગે નહિ ને બળિયું પણ થાય નહિ. ચમત્કાર-ઐશ્વર્ય પણ તેવાં છે. દેખીને રાજી થવાય, પણ કલ્યાણ થાય નહિ. માટે તેને જોવા કે પામવા ઈચ્છવું નહિ.”  II ૧૭ II

On the noon of Vaishakh Vad 9th, Kanjibhai of village Shedla asked a question, “Why do Muktas not show miracles as    were shown by Shri Gopalanand Swami?”  Then Bapashri replied, “If Muktas perform miracles, devotees will get attached to Muktas leaving aside Maharaj and will even not obey.  Shri Gunatitanand Swami did the same and many left him, and some other taking it other way, continue the blind tradition.  If this happens, there will much harm.  So Muktas do not show miracles.  If some one is shown miracle or divinity, he will be pleased just as a child gets pleased by getting a toy but with this the need is not satisfied and it will not give strength.  Miracles and divinity are like that.  We will get pleasure by seeing it but it will not be helpful in achieving liberation.  Therefore, it should not be wished either to get or to see.” || 17 ||