સંવત ૧૯૬૩ની સાલમાં ભુંભલી ગામમાં પાર્વતીબાઈને મંદવાડ હતો તેને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, “હમણાં તમને તેડી નહિ જઈએ. તમને બીજો મંદવાડ આવશે, ત્યાર પછી ફરી ત્રીજો મંદવાડ આવશે ત્યારે મહારાજ ને અમે આવીને તેડી જાશું. હજી સાત વર્ષ સુધી તમને રાખવાં છે.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।।૨૮।।