વૃષપુરના અણદા ભક્ત કેરાઈ બાપાશ્રી અંતર્ધાન થયા તે વખતે પોતે પાસે હતા તે ઘણા ઉદાસ થઈ ગયા ને મનમાં એમ સંકલ્પ કરે જે અંત સમયે બાપાશ્રી બોલ્યા નહિ. એટલામાં બાપાશ્રી તેમને દર્શન દઈને બોલ્યા જે, “ઉદાસી થાઓ મા, લાવો જમીએ.” પછી તેણે વાલબાને કહ્યું જે, “બાપાશ્રી સારું જમવાનું લાવો.” પછી થાળ લાવ્યા તેમાંથી એક ગ્રાસ જમ્યા ને જય સ્વામિનારાયણ કહીને અદૃશ્ય થઈ ગયા. ।।૧૦૪।।