માંડલમાં વિરમગામના ઠક્કર મોરારજીભાઈ બહુ માંદા હતા. તેમણે બાપાશ્રીને કાગળ લખાવ્યો જે, “મને બહુ પીડા થાય છે માટે આ દેહમાંથી છૂટકો કરો.” પછી બાપાશ્રીએ તેજોમય દર્શન આપ્યાં ને મહારાજના ધામમાં લઈ ગયા. ।।૭૬।।