નારાયણપુરવાળાં સાંખ્યયોગી અમરબાઈ બાપાશ્રીના વિયોગથી ઘણાં દિલગીર થતાં હતાં. તે સમયે બાપાશ્રી તથા ધનજીભાઈ બન્ને દિવ્ય તેજોમય દર્શન આપીને બોલ્યા જે, “શોક શું કરો છો? લાવો દૂધ પીએ.” પછી દૂધ લાવ્યાં તે પીને સર્વને શાંતિ પમાડી અદૃશ્ય થઈ ગયા. ।।૧૦૨।।