પાટડીમાં એક જણના ઘરમાં જન રહેતો. તે ઘરમાં રાત્રિએ કોઈથી રહેવાતું નહિ ને જે રહે તેનો જીવ લેતો. તે ઘર લઈને ભાઈઓનું મંદિર કરવાની બાપાશ્રીએ નાગજીભાઈને આજ્ઞા કરી તેથી નાગજીભાઈએ લઈને મંદિર કરાવ્યું. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવા બાપાશ્રી સંવત ૧૯૭૨ના ફાગણ વદ-૧૨ને રોજ પધાર્યા હતા. તે દિવસે પ્રતિષ્ઠા કરતી વખતે બાપાશ્રી બોલ્યા જે, “આ ખૂણામાં જન ઊભો છે તે અમારાં દર્શન કરવા સારુ રહ્યો હતો. તેને અમે મૂર્તિના સુખમાં મૂકી દીધો. એના રહેવાથી ઘર સોંઘું મળ્યું, એટલી એની સેવા માની એનો મોક્ષ કર્યો.” પછી કાલિદાસભાઈને ઘેર પધાર્યા ને ત્યાં વર આપ્યો જે, “આ ઘરના બારણામાંથી જે નીકળશે તેને અમે અક્ષરધામમાં લઈ જઈશું.” ।।૭૦।।