એક સમયે કરાંચીમાં લાલુભાઈની દીકરી દિવસના પાંચ વાગે સિંહાસન પાસે કૂંચીઓ હતી તે લેવા જતાં પડખે બાપાશ્રીની મૂર્તિ સામું જોયું તો બાપાશ્રીની આંખો મોટી જણાવા લાગી અને નેત્રમાંથી તેજની શેડ્યો નીકળવા માંડી, તે જોઈ બહુ આનંદ પામી. એટલામાં લાલુભાઈ આવ્યા ને તેમને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં હસતે મુખે દર્શન થયાં તેથી આનંદ પામ્યા. વળી એક સમયે ઠાકોરજી આગળ થાળ ધરેલ તેમાંથી મહારાજ તથા બાપાશ્રી જમવા લાગ્યા તે જોઈ લાલુભાઈ બહુ જ આનંદ પામ્યા. ।।૧૧૫।।