સંવત ૧૯૮૦ના પોષ માસમાં અમદાવાદથી નાગર બ્રાહ્મણ દીવાળીબાઈ વૃષપુર બાપાશ્રીનાં દર્શને ગયાં હતાં. ત્યાં તેમને મંદવાડ બહુ થઈ ગયો તેથી બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “બાપા! મને મૂર્તિના સુખમાં મૂકી દો.” ત્યારે બાપાશ્રી કહે જે, “કાલે તમને મહારાજના સુખમાં મૂકી દઈશું.” પછી બીજે દિવસે સવારે તે બાઈને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં ઘણી વાર સુધી દર્શન થયાં ને દેહ પડી ગયો. તે ટાણે કરાંચીના લાલજીભાઈને પણ તેવાં દર્શન થયાં હતાં. ।।૮૮।।