એક સમયે બાપાશ્રી ધ્રાંગધ્રે પધાર્યા હતા, તે વખતે ઘણા હરિભક્તો સ્ટેશને સામા આવ્યા હતા. તે વખતે ત્યાંનાં સાંખ્યયોગી ચંચળબાઈએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “બાપા! મને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “કાલે સવારે સૌને દર્શન આપીને તમને તેડી જઈશું. આ વાત સર્વને કહેજો.” પછી બીજે દિવસે સવારે બાપાશ્રી અનંત મુક્તોએ સહિત દર્શન આપી તેડી ગયા તેથી આખા ગામમાં સૌને આનંદ આનંદ થઈ ગયો. ।।૮૫।।