એક સમયને વિષે વૃષપુરના પ્રેમજી હીરજી તથા જાદવજી કાનજી બન્ને દીવા વખતે ઉદાસ થકા રોતાં રોતાં મંદિરમાં બાપાશ્રીની ઓરડીએ આવ્યા. ત્યાં બાપાશ્રીને ઢોલિયામાં પોઢેલા દેખ્યા. પછી બાપાશ્રી બોલ્યા જે, ‘પ્રેમજી બચ્ચા! ઘેર જાવું છે, લાકડી લઈ આવ.’ પછી લાકડી લેવા જાદવજી ગયો અને પ્રેમજીને કહે જે ‘તું અમને બેઠા કર.’ પછી પ્રેમજીએ બેઠા કર્યા અને તરત જ અદૃશ્ય થઈ ગયા.।।૧૦૫।।