મુળીમાં સ્વામી શ્વેતવૈકુંઠદાસજીના સાધુ સનાતનદાસજી માંદા હતા. તેમને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમને અન્નકૂટને દિવસે બપોરે તેડી જઈશું.” પછી તે દિવસે શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તેડી ગયા. ।।૬૪।।