વિરમગામમાં વઢવાણવાળા દેપાળા અમરશીભાઈને રાત્રિના બાર વાગે અંતર્ધાન થયા તે વખતે બાપાશ્રીએ સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું જે, “સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો બાઈઓના મંદિરમાં ચરણારવિંદ પધરાવવા ગયા છે તે ચાલો આપણે જઈએ.” એમ કહીને મંદિરમાં ગયા. પછી બાપાશ્રીએ ચરણારવિંદ ઉપર હાથ ફેરવ્યો, એટલામાં તો તેજ તેજ થઈ રહ્યું અને મહા ઘાટો પ્રકાશ થઈ ગયો. તે પ્રકાશમાં એક વિમાન દેખાયું. પછી તેમાં બાપાશ્રી બેસીને તેજના સમૂહમાં આકાશમાર્ગે પધાર્યા; એવાં દર્શન થયાં. ।।૧૦૦।।