વાંકાનેરના સોની રવજીભાઈ ૧૯૭૧ના યજ્ઞમાં વૃષપુર ગયા હતા. તેમણે બાપાશ્રીની પ્રાર્થના કરીને વર માગ્યો જે, “મને તેડવા આવજો.” પછી ઘેર ગયા અને પક્ષઘાત થયો હતો. તેમને દોઢ મહિના સુધી લાગટ શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા સંતોનાં દર્શન થયાં અને દેહ મુકાવીને તેડી ગયા. ।।૬૮।।