બાપાશ્રી કચ્છમાંથી ગુજરાત તરફ સંઘે સહિત આવ્યા હતા. તે પાછા કચ્છમાં જતાં વાંકાનેર ઊતર્યા. ત્યાં ઢુવાવાળા દરબાર રવાજીભાઈએ આવીને બાપાશ્રીને ઢુવા લઈ જવા પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હાલ ઢુવા આવી શકાશે નહિ, પણ અમે ઢુવામાં સદાય છીએ.” એમ કહીને બોલ્યા જે, “આવો આપણ મળીએ.” પછી મળ્યા તે રવાજીભાઈની દૃષ્ટિ નિરાવરણ થઈ ગઈ તેથી તે બહુ રાજી થયા. ।।૭૧।।