એક સમયે માથકના ભગવાનજીભાઈનાં દીકરી શાંતિબાઈને અગ્નિથી દાઝવાથી પીડા બહુ થતી હતી, તેથી મહારાજની પ્રાર્થના કરતાં હતાં. તેમનું આસન સિંહાસન પાસે હતું. તે સિંહાસનમાંથી શ્રીજીમહારાજ ને બાપાશ્રી દેખાયા ને તેના ઉપર હાથ ફેરવીને મટાડી દીધું તેથી તે બહુ રાજી થઈને એનાં મા-બાપને વાત કરી. તે જાણી આખું ગામ આશ્ચર્ય પામ્યું. ।।૯૪।।