સંવત ૧૯૮૪ના અષાઢ સુદ-૪ને રોજ ગામ કણભામાં આશાભાઈને બાપાશ્રી કેરીનો રસ, પુડલા આદિ ભોજનનો થાળ લાવેલા એવાં દર્શન દઈને કહ્યું જે, “જમો.” ત્યારે આશાભાઈ કહે, “અત્યારે આ થાળ લઈ આપ ક્યાંથી પધાર્યા?” ત્યારે બાપાશ્રી કહે જે, “તમને જમાડવા આવ્યા છીએ, તે જમો.” પછી આશાભાઈ જમ્યા. ત્યારે બાપાશ્રી કહે જે, “હવે અમે જઈએ છીએ.” એમ કહી અદૃશ્ય થઈ ગયા. પછી સમાચાર થોડા દિવસ પછી જ્યારે જાણ્યા ત્યારે સર્વ વાત સત્ય થઈ. ।।૯૮।।