સંવત ૧૯૫૫ની સાલમાં બાપાશ્રી ઉપરદળ રામજીભાઈને દર્શન દેવા જતાં મુળી ત્રણ દિવસ રહીને ચાલ્યા તેમને સદ્‌. સ્વામી હરિનારાયણદાસજી તથા સ્વામી બાળકૃષ્ણદાસજી આદિ સંતો વળાવવા ગયા અને સ્વામી શ્વેતવૈકુંઠદાસજી કોઠારના કામમાં રોકાવાથી જઈ શક્યા નહિ, તેથી દિલગીર થયા. બાપાશ્રી તેમને દર્શન આપીને મળ્યા ને કહ્યું જે, “તમારે માટે અમે પાછા આવ્યા.” એમ કહી અદૃશ્ય થઈ ગયા. ।।૧૩।।