ભારાસરના ગોવિંદ ભક્ત અંત વખતે બાપાશ્રી પાસે દેહ મુકાય એવી ઇચ્છાથી વૃષપુર રહેવા આવ્યા હતા. એક સમયે ઘણા હરિભક્તો કરાંચી કમાવા જતા હતા તેથી તે બાપાશ્રીને પૂછવા આવ્યા, ત્યારે બાપાશ્રીએ ના પાડી તોપણ ત્યાં ગયા ને ત્યાં માંદા પડ્યા. પછી પોતાના દીકરા લીંબાને વાત કરી જે, “બાપાશ્રીએ ના પાડી છતાં આપણે અહીં આવ્યા ને મારો સંકલ્પ એવો હતો જે બાપાશ્રી મારી પાસે બેઠા હોય ને મારો દેહ પડે.” એટલામાં તો બાપાશ્રીએ તેમને દર્શન આપ્યાં. ત્યારે બોલ્યા જે, “બાપાશ્રી પધાર્યા ને મને કહે છે જે ચાલો ધામમાં.” એમ કહીને દેહ મૂક્યો. ।।૩૪।।