એક સમયે બાપાશ્રી કરાંચી પધાર્યા હતા, અને વૃષપુરમાં રામજીભાઈ ગરાળાના દીકરા હરજીને મંદવાડ બહુ હતો, તેને બાપાશ્રીનાં દર્શનની ઝંખના બહુ થઈ. પછી વૃષપુરના મંદિરમાં ઓસરીમાં ઠાકોરજીના દીવા કરતી વખતે રામજીભાઈને દર્શન આપ્યાં ને કહ્યું જે, “હરજીને કહેજો કે તને સવારે દર્શન આપીને તેડી જઈશું.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી બીજે દિવસે સવારે બાપાશ્રી દર્શન આપીને તેડી ગયા. ।।૯૩।।