એક સમયે અણદા કેરાઈ બાપાશ્રીના કાર્ય વીત્યા પછી વૃષપુરના મંદિરની ઓસરીમાં ઉદાસ થકા બેઠા હતા, તેવામાં બાપાશ્રી સદાય બેસતા તે તકિયા ઉપર લૂગડું ઓઢી વિરાજમાન થયેલા એવાં દર્શન થયાં. પછી મુખારવિંદ પરથી લૂગડું કોરે કરીને અણદાભાઈને બોલાવ્યા ને કહ્યું જે, “અમે તો સદાય છીએ, છીએ ને છીએ જ; માટે જતા રહ્યા એમ ન જાણશો.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. એવી રીતે પોતાને વિષે હેતવાળા હરિભક્તને ઘણીવાર પોતાનું પ્રત્યક્ષપણું જણાવતા. ।।૧૦૯।।