ગામ દહીસરામાં કેશરાભાઈના દીકરા દેવજીભાઈના પૌત્ર હરજીએ દેહ મૂક્યો તે જોઈને દેવજીભાઈ બહુ ઉદાસ થઈ ગયા. તે વખતે બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમે ઉદાસ કેમ થઈ ગયા છો? અમે તમારા હરજીને સાજો કરવા આવ્યા છીએ.” ત્યારે દેવજીભાઈએ કહ્યું, “બાપા! એ તો દેહ મૂકી ગયો.” પછી બાપાશ્રી બોલ્યા જે, “જુઓ, તે તો સાજો થયો છે.” ત્યારે દેવજીભાઈએ તેની પાસે જઈને જોયું ત્યાં તો હરજી બેઠો થયો ને બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. તે જોઈ દેવજીભાઈ અતિ આશ્ચર્ય પામ્યા. ।।૫૩।।