રાત્રિએ મૂળજી પર્વતનાં ઘરનાં બાઈ તેજાએ ખાવાનું રાંધ્યું નહિ. અને રોતાં રોતાં એમ બોલ્યાં જે, “મારી ગાયનું દૂધ બાપાશ્રી નિત્ય પીતા તે હવે કોણ પીશે?” એટલામાં તો બાપાશ્રી એના ઘરમાં આવીને ખાટલો ઢાળીને તે ઉપર બિરાજ્યા અને બોલ્યા જે, “લાવો દૂધ-સાકર ઊનાં કરો. અમે ગઈ રાત્રે અગિયાર વાગે પીધું હતું; લાવો આજ પીએ.” પછી દૂધ આપ્યું તે બાપાશ્રીએ અતિ હેતે સહિત પાન કર્યું. ને પછી અદૃશ્ય થઈ ગયા. ।।૧૦૩।।