ગામ કણભાના પટેલ ભલાભાઈને મંદવાડ સખત આવ્યો ત્યારે બાપાશ્રીની પ્રાર્થના કરી. પછી બાપાશ્રીએ દિવ્ય તેજોમય દર્શન આપ્યાં અને થોડીવાર થયા પછી કહ્યું જે, “તમારો મંદવાડ મટી જશે.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા અને મંદવાડ મટી ગયો. ।।૧૧૭।।