એક સમયે કરાંચીના મિસ્ત્રી નાજુભાઈનાં બહેન સાકરબાઈને કંઠમાળના દરદની પીડા વધુ જણાતાં શ્રીજીમહારાજને તથા બાપાશ્રીને સંભાર્યા. પછી બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, “આજ ૧૧ વાગે મહારાજ ને અમે તમને તેડી જઈશું.” તે વખતે લીરૂબાએ તેમને પૂછ્યું જે, “શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં દર્શન થાય છે?”

ત્યારે તે કહે જે, “હા, મહારાજ ને બાપા આ રહ્યા. મને ૧૧ વાગે તેડી જશે; ત્યાં સુધી મારી પાસે રહેજો.” તે ૧૧ વાગ્યા એટલે જય સ્વામિનારાયણ કહી દેહ ત્યાગ કરી દીધો. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ।।૧૧૬।।