એક સમયે ઘણા હરિભક્તો આફ્રિકા કમાવા જતા હતા ત્યારે નારાયણપુરના પ્રેમજીભાઈ બાપાશ્રીને પૂછવા આવ્યા જે, “હું જાઉં?” ત્યારે બાપાશ્રીએ ના પાડી. પછી ચોમાસામાં વરસાદ ઘણો થવાથી ડુંગરામાં ખડ ખૂબ થયું. પછી તેમને બાપાશ્રીએ આજ્ઞા કરી જે, “આ ખડ લાવીને મોટી ગંજી કરો.” પછી તેમણે તેમ કર્યું. પછી જેઠ મહિનામાં એક જણે એ ગંજી પાંચસો કોરીએ માગી ત્યારે બાપાશ્રીએ ના પાડી. પછી વળી એક હજાર કોરીએ માગી ત્યારે પણ ના પાડી. પછી વળી થોડા દિવસ કેડે પાંચ હજાર કોરીએ માગી.

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હવે તારું કરજ વળી જશે માટે આપી દે.” પછી તેમણે આપી દીધી ને તેમનું કરજ વળી ગયું. અને બીજા આફ્રિકા ગયા હતા, તે ત્યાં પ્લેગ હોવાથી બધાને પાછા આવવું પડ્યું હતું. ।।૩૫।।