ચૂંવાળના ડાંગરવામાં દલસુખ મિસ્ત્રીની મા ઝવેરબાઈ માંદાં થયાં તેમને બાપાશ્રીએ આગલે દિવસે દર્શન આપીને કહ્યું જે, “કાલે તમને તેડી જઈશું.” પછી તેને જે જોવા આવે તે સર્વેને કહે જે, “કાલે બાપાશ્રી મને તેડી જશે.” તે પ્રમાણે બાપાશ્રી તેને તેડી ગયા. ।।૭૮।।