એક સમયે બાપાશ્રી મંદિરમાં સૂતા હતા ને પોતાની વાડીમાંથી ચોર ચાસટિયો કાપીને ચોફાળમાં નાંખે, તે પોતે મંદિરમાં સૂતાં સૂતાં ચોફાળ ને ચાસટિયો ખેંચી લીધો. પછી તે ચોર ભાગી ગયો ને જાણ્યું જે આ કોણે લીધું? પછી બે-ચાર દિવસે તે ચોરને ચોફાળ આપીને કહ્યું જે, “આવું કામ હવે કરીશ નહિ. અને જો કરીશ તો અમે બધેય દેખીએ છીએ અને જાણીએ છીએ.” પછી તેણે વિનંતી કરીને માફી માગી.।।૪૧।।