એક સમયે લુણાવાડાના રણછોડલાલભાઈ વૃષપુર ગયા હતા ત્યારે બાપાશ્રીને દાડમ જમવા આપ્યું તે જમ્યા ને એક દાણો ચાકળા તળે નાખેલો હતો. તે કાઢીને રણછોડલાલભાઈને આપ્યો ને કહ્યું જે, “તમને કેસરોભાઈ વાત કરશે; દહીંસરે જાઓ.” પછી તે દહીંસરે ગયા ને કેસરાભાઈને કહ્યું જે, “વાતો કરો.” પછી કેસરોભાઈ કહે જે, “બાપ! હું શું જાણું? ભાઈ! તમે બાપાશ્રીને દાડમ જમાડ્યું અને એક દાણો તમને ચાકળા હેઠળથી આપ્યો.” પછી રણછોડલાલભાઈ કહે કે, “તમે ક્યાં હતા?” ત્યારે કેસરાભાઈ કહે જે, “બાપાશ્રીએ મારા પર કૃપા કરી મને નિરાવરણ કર્યો છે.” તે સાંભળી આશ્ચર્ય પામ્યા.।।૨૯।।