એક સમયે બાપાશ્રી હરિભક્તોએ સહિત અમદાવાદ આવેલા ને કચ્છમાં પોતાના સંબંધીએ દેહ મૂક્યો. ત્યારે બાપાશ્રી કહે જે, “અમારે નાહવું પડશે; ગરમાઈ લાગે છે.” એમ કહીને નાહ્યા, પણ બીજાને વાત કરી નહિ. પછી કચ્છમાં જતાં મારગમાં ખબર પડી ત્યારે તે સર્વે નાહ્યા. પછી બાપાશ્રીને કહ્યું જે, “તમે નહાઓ.” ત્યારે બાપાશ્રી કહે જે, “હું તો એણે દેહ મૂક્યો તે દિવસે જ નાહ્યો છું.” ।।૪૪।।