વનાળિયાના ભગવાન ઠક્કર બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર ગયા ને ત્યાં બાપાશ્રીનાં ચરણ ઝાલ્યાં, ત્યાં તો અપાર તેજનો મોટો સમૂહ દીઠો અને તેના મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ દેખાણી. તે મૂર્તિમાંથી તેવા જ આકારવાળી બાપાશ્રીની મૂર્તિ દીઠી. એમ ઘણી વાર દર્શન થયાં. પછી બાપાશ્રી મહારાજની મૂર્તિમાં લીન થયા ને મહારાજ ને તેજ અદૃશ્ય થઈ ગયું. ।।૨૭।।