લુણાવાડાના રણછોડલાલભાઈ બહુ માંદા હતા. તેમને એમ વિટંબણા થતી જે શ્રીજીમહારાજ તથા મોટાનાં દર્શન થતાં નથી, તે મારી સંભાળ કેમ લેતા નહિ હોય? પછી બાપાશ્રીએ તેમનાં ઘરનાં રુક્ષ્મણીબાઈને દર્શન આપીને કહ્યું કે, “તમારા પતિ વિટંબણા કરે છે ને જમતા કેમ નથી?” ત્યારે તે બાઈ કહે જે, “જમે છે એટલે મરડો આવે છે તે બીકે જમતા નથી.” પછી બાપાશ્રીએ કહ્યું જે, “આ ફેરે એમને તેડી જવા નથી. અને આ એલચી લ્યો, તે જમાડીને પછી અનાજ જમાડજો. હવેથી મરડો નહિ આવે.” પછી તેમણે તે પ્રમાણે કર્યું તેથી જમાણું અને રોગ મટી ગયો. ।।૬૦।।