એક સમયે બાપાશ્રી ડુંગરામાં ધૂળ ખોદતા હતા. તેમને દર્શને બે હરિભક્ત ગયા. તેમણે બાપાશ્રીના હાથમાંથી કોદાળી લઈને ધૂળ ખોદવા માંડી. પછી બાપાશ્રી ધ્યાનમાં બેસી ગયા તે સંધ્યા સમયે ઊઠ્યા. ત્યારે તેમણે કહ્યું જે, “અમે તો તમારી વાતો સાંભળવા આવ્યા હતા ને તમે તો ધ્યાનમાંથી ઊઠ્યા જ નહિ.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ ગામમાં એક છોકરે દેહ મૂક્યો તેને ધામમાં મૂકવા ગયા હતા.” પછી જ્યારે ઘેર આવ્યા ત્યારે તે છોકરો દેહ મૂકી ગયેલો જોઈને તે હરિભક્તો આશ્ચર્ય પામ્યા. ।।૫૦।।