જેતલપુરના મંદિરમાં એક બળદને ખરીમાં પૈડું વાગવાથી ખરી તૂટી ગઈ હતી. તે જોઈને બાપાશ્રી બોલ્યા જે, “આ બળદને ચાકરી કરનાર હશે તો આઠ મહિને મટશે.” ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે જે, “ચાકરી કરનાર કોઈ નથી.” પછી બાપાશ્રી બોલ્યા જે, “એક પાટો બાંધજ્યો; આઠ દિવસે મટી જશે.” પછી એમ કરવાથી તે બળદને મટી ગયું ને અગિયારમે દિવસે જોડ્યો. તે બાર ગાઉથી સુડતાળીસ મણ ઘઉં લઈ આવ્યો. ।।૩૭।।