છપૈયામાં અષાઢ વદ-૧૦ને રોજ સવારના દશ વાગે બાપાશ્રી બોલ્યા જે, “રામપરાના કાનજી વશરામની દીકરી આ ટાણે દેહ મૂકી ગઈ તેને અમે ધામમાં મૂકી આવ્યા. તે કુટુંબીમાં છે તેથી નહાવું પડશે.” એમ કહ્યું, તેથી પ્રેમજી ભક્તે નવરાવ્યા. પછી જ્યારે બાપાશ્રી વૃષપુર આવ્યા ત્યારે પ્રેમજી ભક્તે પૂછ્યું તે તિથિવાર પ્રમાણે મળ્યું. ।।૧૧।।