એક સમયે સેવક પ્રેમજી મંદિરમાં દર્શન કરી બાપાશ્રીને ઘેર ઊભો રહ્યો. તેવામાં રામપરાવાળાં કાનબા મેડા ઉપરથી ઠાકોરજીને દૂધ પાઈને હેઠળ આવ્યાં ત્યારે બાપાશ્રીએ પ્રેમજીને દર્શન દઈને કહ્યું જે, “કોરે ખસ, આ દૂધ લાવ્યાં છે તે પીએ.” પછી હાથમાં દૂધનો વાટકો લઈને દૂધ પી ગયા ને વાટકો કાનબાને પાછો આપ્યો. એવી રીતે એમનો મનોરથ પૂર્ણ કરીને અદૃશ્ય થઈ ગયા. ।।૧૧૨।।