બાપાશ્રીની લખાઈ વાડીમાં કૂવા ઉપર વડનું ડાળ નડતું હતું તે કાપવા બાપાશ્રીના ભત્રીજા ગોવિંદ ભક્ત ચઢ્યા હતા. તે કાપતાં કાપતાં હાથમાંથી કુહાડો નીકળીને કૂવામાં પડ્યો. તેને બાપાશ્રીએ લાંબો હાથ વધારીને કૂવામાંથી કાઢ્યો ને વડ ઉપર લાંબો હાથ કરીને ગોવિંદ ભક્તને આપ્યો, પછી હાથો ઘાલીને ડાળ કાપ્યું. ।।૪૮।।